રેલવેસ્ટેશન પર ટેક્સી ઊભી રહી. 

“એકસો ચાલીસ રુપએ હુએ સા’બ.”

પેસેન્જરે ઊતરીને સૂરજને પૈસા આપ્યા. 

સૂરજે પૈસાની મુઠ્ઠી વાળી અને સ્ટેશનની અંદર લઈ જતા દરવાજા અને બુકિંગ વિન્ડો સામે જોયું. 

“હર રોજ સ્ટેશનપે સવારીકે સાથ મેરા ઘર જાણેકા ખ્વાબ યહીં છોડકે વાપસ ચલા જાતા હું. સ્ટેશનકે અંદર કબ જાઉંગા રામ જાણે.”

ત્યાં જ નથ્થુનો ફોન આવ્યો.

“કૈસે હો?”

“ઠીક હી હું. તુ કૈસી હૈ?”

“મૈં ભી બસ..”  નથ્થુ બાકીના શબ્દો ગળી ગઈ.

સૂરજે ગળેલા શબ્દોને પારખીને વાતાવરણ બદલવાના પ્રયાસમાં કહ્યું, 

“સુણ રહી હૈ ક્યા?  એક બાર કુછ મીઠા બોલ દે. જરા જાણમેં જાણ આવે.”

“અબાર તો ના બોલું.  જબ સામણે હો તબ સબ બોલું.”

નથ્થુએ ઉદાસીને પરાણે પાછી ઠેલીને અવાજમાં રણકો ઉમેરીને વાત બદલી, “કે કર રહે હો?”

“બસ રેલવેસ્ટેશન પે હું.”

નથ્થુના અવાજમાં ફરી રોમાંચ ભળ્યો, “કબકી ગાડી લે રહે હો? કબ પહોંચોગે?”

“અરે પગલી મત બણ. સવારીકો છોડને આયા હું. યા તો મૈં આઉં યા મહિનેકે મહિને પૈસે ભેજું.”

સામે છેડે સન્નાટો છવાયો. 

“હર બાર કી તરાહ મૈં કે કહું! તુમ આઓ વો ભી ચાહું પર પૈસે ભેજો વો ભી જરુરી. ઐસે હી ચાર સાલ બિત ગયો.”
નથ્થુ બબડી. 

બારીમાંથી ડોકાઈને કોઈ પૂછી રહ્યું હતું, “ભૈયા ગોરેગાંવ ચલોગે?”

ટેક્સીની એકધારી રફતારમાં પત્નીથી ફરી દૂર જઈ રહેલા સૂરજને ગામડેથી કમાવા આવેલા સૂરજની દયા આવી રહી હતી.

ટેક્સીમાં બેઠેલા દંપતી વચ્ચે વાત ચાલતી હતી,

“કહીં ભી જાઓ, થોડે દિનોંકે બાદ ઐસા હોતા હૈ કિ બસ, અબ ઘર જાના હૈ.”

સૂરજ આંખની ભીનાશને ગળાની ભીનાશ સાથે ભેળવીને બબડ્યો,

“મુજે ભી..”

One thought on “મુજે ભી.. – લીના વછરાજાની”

Leave a Reply to Hiral Vyas 'vasantiful' Cancel reply

Your email address will not be published. Required fields are marked *