ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

રાહબર – જીજ્ઞેશ અધ્યારૂ

વર્ષોથી બંધ બારી જાણે આટલા વર્ષે સજીવ થઈ. એક નાનકડી કળી, બારીની ફાંટમાંથી, બળેલા – તૂટેલા લાકડાને ચીરીને બહાર આવવા, ખીલવા મથતી, એની સામે જાણે લુચ્ચું હાસ્ય રેલાવતી હતી.

એમાં એને ઝારા દેખાઈ હતી.

ઝારા એને ઝંખતી પણ એ ભમરો હતો. ટોળાં એ જ્યારે ‘આશિયાના’ પીંખ્યું ત્યારે આ જ બારીમાંથી ચીસો પાડતી ઝારા લગભગ નિર્વસ્ત્ર, લોહી નીંગળતી, સળગતી હાલતમાં નીચે ફેંકાઈ હતી, ને પોતે પણ એવીજ કોઈ કળીને પીંખવા જતાં, એનું ન હારેલું સળગતું છેલ્લું હાસ્ય જોઈને, સામેના મકાનના પગથિયે થીજી ગયેલો.. પ્રેમ અને ધર્મની આસક્તિ વચ્ચે એણે સામેવાળાઓની જેમ ધર્મ પસંદ કરેલો, પણ બંને સિક્કાની બે બાજુ છે એ ચમકારો એને ઝારા કરાવતી ગઈ.

છતાં નહીં છૂટેલી પેલી ગોળીના ડરે મગજ અને હૈયું સહમત નથી. આજથી શરૂ થયેલા રિયાલિટી શોમાં જેમાં એ સ્પર્ધક છે, પહેલી રમત છે ‘ટ્રુથ ઓર ડેર..’ એના માટે તો સત્ય પણ હિંમત માંગે છે. જો કે એણે સત્ય પસંદ કર્યું, એ ખરેખર ‘સૂરજ’ બનવાનો પ્રયત્ન કરવા માંગે છે.

Leave a comment

Your email address will not be published.

One thought on “રાહબર – જીજ્ઞેશ અધ્યારૂ”