ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ભાગ – ગોપાલી બુચ

બે મહિનાના બાળક સાથે નોંધારી ભટકતી જીવલીને નવા બંધાઇ રહેલાં લકઝુરિયસ ફ્લેટની સાઇટ પર આખરે તગારા ઉપાડવાની નોકરી મળી ગઈ.

એ સાંજે કન્સ્ટ્રક્શન સાઇટ પરનાં અડધાં-પડધાં બંધાયેલાં ફ્લેટમાં ખોયું બાંધતી જીવલી બબડી, “મૂઈ ગામડોહી હાચી તો ખરી હોં, સાસુએ કાઢી મેલી તે દહાડે ગામ ચોરે માથાં પસાડતી મુને એ હાથ જોઇ બોલેલી કે જીવલી તારાં છોરાના ભાગ હારા હોવાનું તારા હાથ બતાવે છ. તારું છોરું આવતાં વેંત તને લાખોના ફલેટમાં રાખશે.”

Leave a comment

Your email address will not be published.