ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

૬ થી ૧૦ શબ્દોની માઇક્રોફિક્શન વાર્તાઓ

૧. મોળાકાતનાં વ્રત કરી વર પણ મળ્યો મોળો, દીકરીની આંખમાં ખારોપાટ.  – શીતલ ગઢવી

૨. સ્લેટ પરનું પાણી પીને ચકી ગ્નાની થઈ ગઈ. સંતતિનિયમ અપનાવ્યો. – મીનાક્ષી વખારિયા

૩. વાહ જુવાની! હવે હું ભીખ નથી માગતી, રૂપિયા કમાઉં છું. – રાજુ ઉત્સવ

૪. ઠંડું પાણી વહેંચતા રાજુની આંખના પાણી વરસતા વરસાદમાં ભળી ગયા. – ગોપાલ ખેતાણી

૫. “પિતાજી, મારો સૂકોમેવો? “દીકરી, ખેતરમાં વાવીને આવ્યો. આવતી ફેરી ચોક્કસ.” – શીતલ ગઢવી

૬. એ પ્રેમ કરતો રહ્યો. એને પણ ગમ્યું. પહેલીવાર એણે પૈસા ન લીધા.   -રાજુલ ભાલુશાળી

૭. ફાનસના અજવાળે એણે દીકરીની પાટીમાં ‘ક’ ઘૂંટ્યો. – જિજ્ઞેશ અધ્યારૂ

૮. વીસ વરસ ઉછેરી દીકરીઓને વિદાય કરી વિધવા સરોજબેને લાસવેગાદની જાત્રા આદરી. – જિજ્ઞેશ અધ્યારૂ

૯. સૌથી નાની પુત્રીની ચિતા ખડકતાં, પહેલીવાર ધ્રૂજેલા એ મસાણિયા હાથ, હવે ટેવાઈ ગયા. – આલોક ચટ્ટ

૧૦. પાગલખાનાની દીવાલો પર એ ઘૂંટતો રહ્યો, “અંકલને પપ્પા કહેવાનું.” – સુષ્મા શેઠ

Leave a Reply to Tejas Patel Cancel reply

Your email address will not be published.

3 thoughts on “૬ થી ૧૦ શબ્દોની માઇક્રોફિક્શન વાર્તાઓ”