ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પેટીકોટ – સુષમા શેઠ

‘ક્યારેય નહિ.’ ઉન્નત મસ્તિષ્કે એણે ધોઈને દોરીએ સૂકવેલ પેટીકોટ ઉતાર્યો. ખાટલો પકડેલ ખાંસતા બાપની ઉધરસ વચ્ચે ભાઈએ ટહેલ નાખી, “મોટીબેન, કાલે ફી ભરવાની છેલ્લી તારીખ છે!”

માનો દબાયેલો અવાજ ઊંચો થયો, “લોટ નથી દીકરા.”

“પેટીકોટ ઊંચો જ કરવાનો છે! નહીંતર કાલથી ન આવતા.” કડક બૉસનો આત્મા તેની અંદરથી પડઘા પાડતો હોય તેમ લાગ્યું અને તેના બંને હાથની મુઠ્ઠીમાં પેટીકોટનો સુંવાળો છેડો દબાઈ રહ્યો.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: