જ્યાં વિકૃત આનંદ લેવાતો તે શયનખંડના એ જ બિસ્તર પર ઝુબેદાએ તેને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી સુવડાવ્યો. ઠેકઠેકાણે સિગારેટના ડામ ચાંપી પોતેય કપડાં ઊતારી એની સાથે એવાં જ અત્યાચાર આદર્યાં જેવા એણે કરેલાં. નહોરના લાલ નિશાન હજુય વક્ષસ્થળે ઊપસેલાં હતાં. ઓરડામાં પડઘાઈને શમી ગયેલી કાકલૂદીભરી ચીસોની જગ્યાએ પાશવી હાસ્ય હતું. ખુશી હતી, સુકૂન કે પછી? ચી….ખ. તે ઊભી થતાં બરાડી.

બુરખો પહેરી લઈ એ જીવતી લાશે બીજીને કફન ઓઢાડી, બંધ બારણું ખોલ્યું અને બોલી, “જનાજો તૈયાર હોય તો એમને હવે લઈ જાઓ.”

“ઉન્હોને ઉફ્ફ તક ન કી.” ઝુબેદાના કંપાવી નાંખતા આક્રંદનો મતલબ કંઈક અલગ તારવાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *