ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

અધૂરો – પ્રફુલ્લા શાહ

સોનુએ ગોરમાના બધા વ્રતો પૂરા કર્યાં હતાં. મનગમતો, કોડીલો, કલૈયા કુંવર જેવો વર પામવા માટે જ તો. કામણગારો વર પામીને સોનુ ખુશ હતી. પણ ગોરમાને પૂજતાં નાગલા થોડાં ઓછા પડ્યાં હશે એવી ખાતરી લગ્નની પહેલી રાત્રે જ એને થઈ ગઈ. વર પૂરો નહીં અધૂરો હતો!

સાસુમાએ રાંદલ માની માનતા માની ખોળાના ખૂંદનાર માટે. મોટામાં મોટા ગાયનેકને કન્સલ્ટ કર્યા. ડ્રાઇવરની સાથે ગાડીમાં જ બધે જવાનું.

ગોરમા સોનુને ન ફળ્યાં પણ રાંદલમા ફળ્યાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *