ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ખો – નરેન્દ્ર સોનાર

હૉસ્ટેલના પટાંગણમાં ‘ખો-ખો’ની રમત રમતી કિશોરીઓ એક બીજાને ખો આપતી હતી. ત્યાં જ અચાનક રમત થંભી ગઈ. મેદાનમાં જાણે સન્નાટો વ્યાપી ગયો. ‘ખો’ આપતી નજરો એકાએક એક જગ્યાએ સ્થિર થઈ.

હાય! હાય! બે ત્રણ છોકરીઓ સાથે બોલી પડી.

સૌની નજર મારા તરફ છે એવો રાણીને ભાસ થતાં જ એ બોલી પડી, “આમ મને શું જુઓ છો?”

થોડે દૂર ઊભેલી વોર્ડન કોઈકને ફોન લગાવતા બોલી, “સાહેબ! એક નવી કળી ફૂલ થવા જઈ રહી છે!” ત્યાં તો રાણીથી ચાર વર્ષ મોટી પલકે રાણીને ખો આપી.

Leave a comment

Your email address will not be published.