ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

હરિફાઈ – નિલય પંડ્યા

“સાલો મુંજાલ! ખબર નહિ એ ફટ્ટુને ઊંઘ્યા પછી પણ ખૂનનાં સપનાં આવતાં હશે કે શું! ત્રણ દિવસથી ઊંઘમાં ચાલીને જ્યાં જ્યાં અમારા ધંધાકીય હરીફોની લાશ છુપાવી હતી ત્યાં પહોંચી જતો હતો અને લાપતાની ફરિયાદ પછી પોલીસને એ નાલાયક સાથે લાશ પણ મળી આવતી.”

“ઝપાઝપીને લીધે ચોથી લાશ પર તો રીતસરનાં મારા ફિંગરપ્રિન્ટ છે!”

“રાત્રે મુંજાલને એકલો તળાવ પાસે બોલાવ્યો અને હું રૂમાલમાં છરો છુપાવીને નીકળ્યો.”

“હા, હવે મારે ડરવાની જરૂર નહોતી. બે દિવસ પછી કદાચ લાપતા મુંજાલ તળાવ પાસેથી જ મળી આવશે  અને મારી લાશ પણ! મુંજાલના ધંધામાં હવે કોઈ હરિફાઈ નહોતી.”

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “હરિફાઈ – નિલય પંડ્યા”