ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ગુનેગાર – મીનાક્ષી વખારિયા

રાતે પરવારીને વાર્તાનું નવું પુસ્તક વાંચવાનું શરૂ કર્યુ. આ શું? પાને પાને ઝાકળની જેમ લોહી જામી ગયેલું. ડરીને આખા પુસ્તકનાં પાનાં ફેરવી નાખ્યાં ત્યારે જાણ્યું કે એ પુસ્તકનાં જ એક પાત્રનું લોહી છે. શું પાત્ર જીવંત બની ગયેલું? એક જગ્યાએ તો લોહીથી શબ્દો પણ ઉપસાવેલા, “આ પુસ્તકનાં લેખકે વાર્તા લખતા-લખતા અધવચ્ચે જ મને મારી નાખ્યો છે. કદાચ મારી ગરજ પતી ગઈ હશે પણ હું બહુ નારાજ છું. જે કોઈ આ પુસ્તકના લેખકને જીવતો કે મૂઓ પકડી લાવશે એને એક ગુપ્ત ખજાનાની ચાવી મળશે. ચાવી આ પુસ્તકમાં જ ક્યાંક છુપાવવામાં આવી છે. પણ એ મેળવવા મારી શરત પૂરી કરવી પડશે.”

…અને મેં લેખકનું નામ વાંચવા ઉતાવળે પાના ફેરવ્યા…!

છેલ્લા પાને ઉપસી રહ્યું હતું,

‘લેખક: તમે પોતે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

One thought on “ગુનેગાર – મીનાક્ષી વખારિયા”