ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મ્યુઝિયમ – મયુરિકા લેઉવા-બેંકર

મિહીર છેલ્લા ચાર રવિવારથી આ મ્યુઝિયમમાં આવતો હતો. આ મુલાકાતો દરમિયાન તે મ્યુઝિયમના લગભગ તમામ વિભાગો જોઈ ચૂક્યો હતો. ખરેખર તો આ મ્યુઝિયમ પોતાની ભવ્યતા ગુમાવી ચૂકેલા જૂના મહેલનો ભાગ હતું. જેમાં જાતભાતનાં શસ્ત્રો, અવનવી ઍન્ટીક ચીજવસ્તુઓ, વાસણો, સૌંદર્યપ્રસાધનો વગેરે કેટકેટલું હતું!!! એ પણ એની રોનકદાર શૈલીમાં સજાવેલું. જેને જોતાં જ એ એમાં ખોવાઈ જતો. એને લાગતું જાણે આ આખો પરિવેશ જાણીતો છે! પોતીકો છે! આ દ્રશ્યને આંખ સામેથી અળગું કરવું તેને ખૂબ કઠતું. હવે માત્ર એક વિભાગની મુલાકાત બાકી હતી જેમાં અહીં વસેલા રાજા અને તેનાં પરિવારજનોનાં તૈલચિત્રો સંગ્રહાયેલાં હતાં. આ રવિવારે એની એ જોવાની મનછા પણ પૂરી થઈ જવાની છે.

“મિહીર…….!” એની પત્ની બરાડી. મિહીર વાંચતાં વાંચતાં ઢળી પડ્યો હતો. એની બાજુમાં તેનું પ્રિય પુસ્તક ‘મ્યુઝિયમ’ ખુલ્લું પડ્યું હતું. અને હા, આજે રવિવાર હતો.

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “મ્યુઝિયમ – મયુરિકા લેઉવા-બેંકર”