શનિ-રવિમાં તેણે બધાં જ ઝંડા અને મીણબત્તીઓ વેચી કાઢી. આજે તેને નફો સારો મળ્યો હતો. પૈસામાંથી આજે શું શું લેવું એ પૂછવા ઝૂંપડીએ દોડ્યો. દારૂડિયો આજે ફરી આટલા દિવસે માની પાસેથી પૈસા છીનવવા આવ્યો’તો. મારઝૂડ જોઈ એ ત્યાંથી ભાગી નીકળ્યો.

“મા ભારતી પર હુમલો કરનારનો બદલો લઈને રહીશુ. વીર જવાન અમર રહે!” નારા તેના કાનમાં ગૂંજ્યા.

એણે તરત જ મોટો છરો ખરીદ્યો અને દોડ્યો!

6 thoughts on “ફેંસલો – ગોપાલ ખેતાણી”

  1. આજ ના જમાનાની નરી વાસ્તવિકતા….હદય સ્પર્શી આલેખન.. ધન્યવાદ….

  2. શ્રી ગોપાલ ખેતાણી આ અંગ્રેજી દુનિયા માં આપના જેવા લેખકો જે આપડી માતૃ ભાષા ને જીવંત રાખવા જે પ્રયત્નો કરી રહ્યા છે જે ખરેખર બિરદાવવા જેવી છે.. હૃદય સ્પર્શી તેમજ રોમાંચિક લેખ લખતા રહો એવી તને શુભેચ્છા…તમારો મિત્ર સમ્રાટ બારોટ (આટલી કોમેન્ટ લખતા પણ ભીંસ પડી ગુજરાતી માં)

Leave a Reply to Tejas Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *