ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ફેંસલો – ગોપાલ ખેતાણી

શનિ-રવિમાં તેણે બધાં જ ઝંડા અને મીણબત્તીઓ વેચી કાઢી. આજે તેને નફો સારો મળ્યો હતો. પૈસામાંથી આજે શું શું લેવું એ પૂછવા ઝૂંપડીએ દોડ્યો. દારૂડિયો આજે ફરી આટલા દિવસે માની પાસેથી પૈસા છીનવવા આવ્યો’તો. મારઝૂડ જોઈ એ ત્યાંથી ભાગી નીકળ્યો.

“મા ભારતી પર હુમલો કરનારનો બદલો લઈને રહીશુ. વીર જવાન અમર રહે!” નારા તેના કાનમાં ગૂંજ્યા.

એણે તરત જ મોટો છરો ખરીદ્યો અને દોડ્યો!

Leave a comment

Your email address will not be published.

6 thoughts on “ફેંસલો – ગોપાલ ખેતાણી”