ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એ માણસ – દિના રાયચુરા

એ આજે ગજબની અકળાઈ હતી. ત્રણ દિવસથી એ માણસ જોયા જ કરે છે! જોયા જ કરે છે. “મારે શું ગાર્ડન જવાનું બંધ કરી દેવું?” તો મારી ગુડિયા ઘરમાં કેવી અકળાઈ જાય! પહેલાં દેખાયો પણ નથી ક્યારેય.

આજે પણ! સીધી બૅન્ચ પાસે ઊભી રહીને ઠંડી દૃઢતાથી બોલી, “આમ મને શું જુઓ છો?” એટલી જ ઠંડકથી જવાબ મળ્યો, “હું તમને નહીં પણ તમારી દીકરીને…” એ વચ્ચે જ બોલી, “શું જોવાનું છે? પહેલાં ક્યારેય અપંગ…”

એ વચ્ચે બોલ્યો, “ડિફરન્ટલી એબલ, ધ રાઈટ વર્ડ” “બે દિવસ પછી મારી દીકરીને નવી દોસ્ત મળવાની છે એ જોઈ રહ્યો હતો. સોરી, તમને તકલીફ..”

“એની મમ્મી સાથે આવશે ને?”

“ના, એને મમ્મી નથી.” એ માણસ આકાશની સામે જોઈને બોલ્યો.

ઓહ, એને પોતાનો કાયર પતિ યાદ આવ્યો. જે ગુડિયા પછી બન્નેને તરછોડી ગયો હતો. એ માણસ બૅન્ચ પરથી ઊભો થયો અને એ ત્યાં બેસી ગઈ. એ માણસે માંડ ચાર ડગલાં ભર્યાં હશે ત્યાં સહસા બોલી પડી, “રોજ આ ટાઈમે જ આવશો ને?”

પણ.. – દિના રાયચુરા

એ હળવું હસીને આગળ વધી. “માયા, બહુજ ઉતાવળમાં છો?” સાધનાએ પુછ્યું. “કેટલા સમયે મળી છો! કંઇ કહેવું નથી?”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

One thought on “એ માણસ – દિના રાયચુરા”

%d bloggers like this: