ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

છુટકારો – ભારતીબેન ગોહિલ

અંકુશજી ધડ ધડ સીડી ઉતરી રહ્યા હતા. હાથ..પગ.. હૈયું.. ધ્રૂજતાં હતાં.. માન્યામાં કેમ આવે? માત્ર બાવીસ વર્ષની રુચિ આઠમા માળેથી કૂદી પડી હતી!

જોયું. ચત્તીપાટ પડેલી રુચિના હાથમાં લખ્યું હતું, “છુટકારો”. તેનાથી ચીસ પડાઈ ગઈ.

“સાંભળો.. રુચિએ આપઘાત નથી કર્યો. હું હા, હું એનો ખૂની છું!” ટોળું વિચિત્ર નજરે જોઈ રહ્યું.

“આમ મને શું જુઓ છો? પોલીસ બોલાવો, હાથકડી પહેરાવો, મૃત્યુદંડ આપો…”

કોઈ બોલ્યું, “આ તો પ્રખ્યાત સર્જક અંકુશજી!”

એ સાથે જ ગઈકાલે રુચિએ કરેલા ફોનના શબ્દો ગૂંજવા લાગ્યા, “કોંગ્રેચ્યુલેશન્સ અંકલ, છુટકારો.. નવલકથા માટે!”

Leave a comment

Your email address will not be published.