ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વસંત – ભારતીબેન ગોહિલ

દોમ દોમ સાહ્યબીના માલિક કૈલાશશેઠ સાથે જિયાનું ગોઠવાઈ રહ્યું હતું. સ્વભાવની તપાસ કરતા “અદ્દલ બાપુના ડાહ્યા ત્રણ…” કહી મિત્રો હસેલા.

એ વાતને બે-બે વરસનાં વહાણાં વહી ગયાં. જિયાનો એક હાથ સિંદૂર પૂરવા લંબાયો.

મનોમન બબડી. “અખંડ સૌભાગ્યવતી…” સાચે જ અખંડ.

નજર કેલેન્ડર પર પડી. “ઓહ! આજે તો વસંતપ્રારંભ!” તેને મિત્રોની મજાક બરાબર સમજાઈ.

“આંખોથી સૌન્દર્યપાન નહિ. મુખે સુંદરતાનું ગાણું નહિ. સોંદર્યની વાતો માટે તો કાન બંધ જ!”

ને કેલેન્ડરનો કાગળ જિયાના હાથમાં ક્યાંય સુધી ચોળાતો રહ્યો.

Leave a comment

Your email address will not be published.

One thought on “વસંત – ભારતીબેન ગોહિલ”

%d bloggers like this: