ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આંખોની ચમક – અલ્પા વસા

સવારે દસને ટકોરે, રોજના નિત્યક્રમ પ્રમાણે દરવાજાની ઘંટડી વાગી.

“અરે સુમન, આવી ગઈ તું? સોરી હં, માફ કરજે. કાલે મારાથી તને કંઈક વધારે જ કહેવાઈ ગયું. જરા.. એક પેગ વધારે લેવાઈ ગયો હતો.”

“ના રે બેન, જવાબદારીના પોટલા માથે હોય એને રીસાવા કે ખોટું લગાડવાનો અધિકાર જ નથી હોતો. પણ ઉપર-નીચે, આમ મને શું જુઓ છો?”

“તારું અલગ રૂપ… આંખોની ચમક…”

“અરે બેન, શું તમે પણ શરમાવો છો મને. આદુ-ફુદીનાની ચા બનાવી દઉં પહેલા” ને હસીને જવાબ ટાળી, સાડીના છેડાને સફાઈથી કમરમાં ખોસી, ગીત ગણગણતી સુમન ઘરના કામે વળગી.

પછી તો રોજનું થયું. રોજ સાંજે મયુર ખૂબ આગ્રહ કરીને મીનાને નશો કરાવે અને સવારે દસના ટકોરે મીનાની આંખ ખૂલે ત્યારે હસતી સુમન સામે જ હોય.

Leave a comment

Your email address will not be published.