ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ટોળું (માઇક્રોફિક્શન) – યામિની પટેલ

મેં દોડીને લોટવાળા હાથે જ ફોન ઉપાડ્યો.

“હા, બોલો કરૂણાબેન કેમ છો? અમે આજે જ તમને ફોન કરવાના હતા. બહુ દિવસથી જૂઈ સાથે વાત નહોતી થઈને! હેં….?”

મારી રાડ પડી ગઈ. હાથમાંથી રિસીવર પડી ગયું. મારી ચીસ સાંભળી એ ઉતાવળે બહાર આવ્યા. ફોનનું સ્પીકર કંઈ બોલી રહ્યું હતું. એમણે ચૂપચાપ એ સાંભળ્યું. આખા રસ્તે ટ્રેનમાં પણ અમે બન્ને કંઈ જ ના બોલી શક્યા.

ત્યાં પહોંચી હું બેસી પડી ને જૂઈને વળગી જોરજોરથી રડવા લાગી. ઊભા થતા ચાદર સ્હેજ સરકી ગઈ. મેં જોયું તો જૂઈના ગળા પર.

મારાથી ગુસ્સામાં બાજુમાં બેઠેલા સુશીલકુમાર સામે જોવાઈ ગયું. એમણે ધીરેથી મારા હાથમાંથી ચાદર લીધી, સરખી રીતે ઓઢાડી અને મને ખભેથી ઊભી કરી સફેદ ટોળામાં બેસાડી દીધી.

બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા

હેલ્પ – યામિની પટેલ બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા. બારણું ખુલ્લું જ હતું. એણે ધીરેથી બારણું ખોલ્યું […]

Leave a comment

Your email address will not be published.