ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મોહિની (માઈક્રોફિક્શન) – પૂર્વી બાબરીયા

આજે રોજની જેમ રશ્મી રુહીને સંસ્કૃત શ્લોક સમજાવતી હતી,

यत्र नार्यस्तु….तत्र रमन्ते देवता।

या देवी सर्वभुतेषु… नमसतस्ये।

રુહી: “મમ્મી, રાજસર બહુ સરસ વર્ણન કરે પણ મને સમજાતા નથી. રાજસર સ્કુલ પિકનિક પર ‘માંડુ’ લઈ જશે, એ ખૂબ પૌરાણિક સ્થળ છે.”

અજન્ટા, ઇલોરાની ગુફાઓ, ખજુરાહોના શિલ્પોની જેમ કોઇ પથ્થર પર શિલ્પો કોતરાયેલ છે. અદ્વિતીય, અનુપમ, લાજવાબ અને અજોડ શિલ્પો છે. અહીંના માલવરાજા કળાના ઉપાસક હતા. એમના સમયમાં ઉત્તમ શિલ્પોનુ નિર્માણ થયુ. આ પાંચ ગુફાઓ માલવરાજાની પાંચ અલગ રાણીઓના નામ પર હતી. પહેલી રાણી રાગિણી, બીજી મેનકા, એમ રાજસર પાંચમી ગુફાનુ વર્ણન કરવા લાગ્યા, પણ રુહી સિવાય કોઇ ધ્યાનથી સાંભળતુ નહોતુ.

કોઇએ ફોટા લેવા નહિ એમ લખેલુ હોવા છતાંય ટોળું મોબાઇલમાં સેલ્ફી લેવામાં મસ્ત બન્યુ.

અચાનક..

જોરદાર કડાકા ભડાકા, ગેબી અવાજ સંભળાવા લાગ્યા. રુહી અને રાજસર પાંચમી ગુફામાં હતા. પાચમી રાણી મોહીનીના અનુપમ અંગમરોડની વાત કરતા કરતા રાજસર રુહીની એકદમ પાસે આવીને આંખમા આંખ મિલાવીને એને આકર્ષી રહ્યાં. રુહી સચેત હતી, રશ્મિએ સંમોહનમારિણી શીખવી હતી, રુહીએ એનો ઉપયોગ કર્યો. બધા ગૃપવાળા પાંચમી ગુફામાં આવ્યા ત્યારે જોયું કે અહીં સદીઓ જુના પથ્થરની ખાંચમાં પાંચમી પંકિતય કોતરાયેલી હતી,

‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા..’

રુહી મોટેથી બોલવા લાગી
“હે દેવી, તમારું સ્વરૂપ પારખવું દેવો માટેય દુષ્કર બની રહો..”

બધા રાજસરને પૂછવા લાગ્યા, “શું થયુ? કેમ પરસેવે રેબઝેબ?”

ઘરે રશ્મિ મનમાં વિચારતી હતી કે રાજે મારી સાથે જે કર્યુ તે રુહી..? ના, આ વખતે ઇતિહાસનુંં પુનરાવર્તન નહીંં થાય.

– પૂર્વી બાબરીયા

(Photo Person : Gopal Khetani)

Leave a comment

Your email address will not be published.