ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બરણી (અછાંદસ) – હીરલ વ્યાસ

ફટ્ટ કરતી
બરણી ફૂટી.
વર્ષોથી સાચવી રાખેલો,
બે બરણીનો સેટ
આજે તૂટ્યો.

એકલી રહેલી બરણી
પડી રહે છે,
માળિયાના એક ખૂણામાં.

હવે દર વર્ષે
દિવાળીના દીવામાં
દેખાય છે
ગંગામાં એના નામનો
તરતો મૂકેલો દીવો.

ને રંગોળીમાં
સુખી દામ્પત્યના રંગો.

વિચારે ચઢી ગયેલી
બરણીની તંંદ્રા તૂટી,
બરણીમાં મો…ટ્ટી તડ પડી.

– હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

(Sarjan Rangoli by Aarti Soni)

Leave a comment

Your email address will not be published.

One thought on “બરણી (અછાંદસ) – હીરલ વ્યાસ”