ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઉઝરડા (માઈક્રોફિક્શન) – આરતી સોની

“કેમ તારી આંખો સૂજેલી દેખાય છે? રાતે સૂતો નથી?”

“જો, આ ઉઝરડા… એમ ભૂસવાં સહેલાં છે?”

“ભૂસવા તો પડશે જ… આફટર ઓલ… આપણે એક… પણ આપણી વફાદારીનો આવો શિરપાવ!?”

“પટ્ટાના સોળને હું રાતભર ચાટતો રહ્યો ને રોતો રહ્યો…” છેવટના શબ્દો ગળામાં જ રૂંધાઈ ગયા..

“ચાર્લી, તને ભૂખ તો લાગી હશે ને? જે હોય તે કહી દે મારાથી છૂપાવીશ નહિ.”

“હેં… ડેઈઝી, તારી આંખો કેમ ભીની છે? તે કંઈ ખાધું’તું કે નહીં?”

“તું ભૂખ્યો હોય ને મારા ગળે કોળિયો ઉતરે?”

“ચાલ અહિથી છટકી નવું ઠેકાણું શોધી લઈએ. પાછા નથી આવવું હવે! અહી માનવતા મરી પરવારી છે…”

“તો મરતા સુધી વફાદારી નિભાવવાના આપણાં જન્મજાત ગુણોને કલંક લાગે!”

“આ જન્મે તો એને બતાવી જ દેવું છે. હવે માણસ જાતનો બદલો લેવા કમર કસવી જ રહી…” બોલતા નાકના ટેરવા ધ્રૂજ્યા ને ચહેરા પર કુટિલ ભાવ રમી રહ્યા.

માલિકને આવતા જોઈ ચાર્લી સ્મિત કરી પૂંછડી પટપટાવવા લાગ્યો… ન કરવાનું કંઈક કરી બેસશે, એવી નજરે ડેઈઝી બંનેને જોતી રહી…

– આરતી સોની

(Rangoli by Zeel Gadhvi)

Leave a Reply to Artisoni Cancel reply

Your email address will not be published.

2 thoughts on “ઉઝરડા (માઈક્રોફિક્શન) – આરતી સોની”