“ગાગરમાં સાગર કેમ ભરવો?” આ સવાલનો જવાબ હું સર્જન ગૃપ થકી શીખ્યો છું. ૨૦૧૩માં અક્ષરનાદ વેબસાઈટ થકી જીજ્ઞેશભાઈના સંપર્કમાં આવ્યો. અક્ષરનાદ પર ગુજરાતી સાહિત્યનો રસથાળ માણતાં માણતાં માઇક્રોફિક્શન નામની વાનગી ચાખી. માઇક્રોફિક્શન ગમવા લાગી. અને તે કારણસર જ અક્ષરનાદ આયોજિત પહેલી માઇક્રોફિક્શન સ્પર્ધામાં ભાગ લીધો. માઇક્રોફિક્શન લખવાની મજા આવતી ગઈ. જીજ્ઞેશભાઈએ માઇક્રોફિક્શનમાં રસ ધરાવતાં મિત્રોનું એક ગૃપ શરુ કર્યું. હું પણ હોંશે હોંશે આ ગૃપમાં જોડાયો. છ શબ્દોની વાર્તાથી લઈને થીમ અને પ્રોમ્પ્ટ અનુસાર વાર્તાઓ લખવાનું શરુ કર્યું. આ ગૃપમાં મારા જેવા નવોદિત સીવાય ગદ્ય-પદ્ય જગતના દિગ્ગજ પણ સામેલ હતાં.
Daily Archives: November 6, 2018
“કેમ તારી આંખો સૂજેલી દેખાય છે? રાતે સૂતો નથી?” “જો, આ ઉઝરડા… એમ ભૂસવાં સહેલાં છે?” “ભૂસવા તો પડશે જ… આફટર ઓલ… આપણે એક… પણ આપણી વફાદારીનો આવો શિરપાવ!?” “પટ્ટાના સોળને હું રાતભર ચાટતો રહ્યો ને રોતો રહ્યો…” છેવટના શબ્દો ગળામાં જ રૂંધાઈ ગયા.. “ચાર્લી, તને ભૂખ તો લાગી હશે […]
‘શબ્દાવકાશ’ ગ્રુપમાં સાથે લખતા મિત્ર નિમિષ વોરાએ લગભગ અઢી વર્ષ પહેલા કહ્યું હતું કે, ‘જાહ્નવીબહેન તમે ‘સર્જન’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમને મજા આવશે. અક્ષરનાદવાળા જીજ્ઞેશભાઈ અધ્યારુનો નંબર આપું છું. મેસેજ કરો તમને એડ કરશે.’ મને થયું કે ક્યાં એક વધુ જંજાળમાં ફસાઉં. અત્યાર સુધી કથાકડી અને શબ્દાવકાશ ગ્રુપમાં લખ્યું એ વંચાયું પરંતુ એથી કંઈ લેખક નથી બની જતા. હું એક નખશીખ વાચક છું અને એજ બની રહેવા માંગું છું. પણ પછી, નવરા બેસવું ઓછુ ગમે, ઘર અને જવાબદારીઓમાં અટવાયેલી મને, એક દિવસ થયું કે લાવને જોઉં તો ખરી, કેવું ગ્રુપ છે! જીજ્ઞેશભાઈને મેસેજ તો કરવા દે, મારે ક્યાં લેખક થવું છે. ગ્રુપમાં એડ કરશે તો કંઈક નવું જાણવા શીખવા મળશે એ હેતુથી મેસેજ કર્યો. અને એમણે એડ કરી ગ્રુપમાં.
'એયય... છોડી, ઊભી રે ને. આ લાકડાની ભારી માથે મૂકાવી દે તો. પસી પાટા વટજે.' વાલીની વાત પૂરી સાંભળ્યા વિના જ સાથે ચાલતી એ અજાણી છોકરીએ પોતાની નાનકડી ભારી માથે મૂકી પાટા ઓળંગવા દોટ મૂકી.
શંભુએ ચાલવાની ઝડપ વધારી, બાર વાગી ચૂક્યા હતા. દવાખાને પહોચવું હતું બે વાગતા પહેલા, પણ આ પળોજણો! એનો પાર ન હતો. સવારથી પત્નીની મગજમારી, છોકરાનાંં કજિયા, મકાનમાલિકના ભાડાની ઉઘરાણી, અને એની પોતાની શારીરિક સ્થિતિ! એ હસ્યો થોડું અને ચાલતો રહ્યો. છૂટક મજુરીનું કામ કરતાં કરતાં ક્યારે એનું શરીર નબળું પડતું ગયું એ પોતે જ જાણી ન શક્યો, પણ છેલ્લા ઘણા દિવસોથી નબળાઈ વર્તાતી હતી. બે ત્રણ દિવસ તો સરકારી ડોક્ટરની દવા લીધી પણ ફરક નહોતો એટલે પ્રાઈવેટ ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. તાણીને ભેગા કરેલા ત્રણસો રૂપિયા બંડીના ખિસ્સામાં મૂકીને એ નીકળ્યો.