ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પુરાવો (માઈક્રોફિક્શન) – કિરણ શાહ

ગેલેક્સી પાસે ચાની લારી પર કામ કરતો, આવતાજતા લોકો પાસેથી ફિલ્મની વાતો સાંભળ્યા કરતો. જ્યારથી ‘દિવાર’ લાગ્યું ત્યારથી એ જોવા તેનું બાળમન તડપતું.. પણ ટિકીટના પૈસા જેટલો તો તેનો પગાર હતો. પૈસા ખર્ચીને જાય તો ગામડે માને શું મોકલે?

મજબૂરીથી એ લોકોની વાતો સાંભળીને મનમાં જ ફિલ્મની કલ્પના કરી લેતો.

આજ સૂરજ જાણે તેના માટે જ ઉગ્યો હતો. રાજનશેઠ ફિલ્મ જોવા આવ્યા ને દસ મિનિટમાં જ તબિયત બગડતા બહાર નીકળી ગયા, અને જતા જતા ટિકીટ ફેંકતા ગયા જે છોટુની નજરમાં આવી ગઈ.

છોટુ ટીકીટ લઈ, કામ પરથી છટકી ફિલ્મ જોવા જતો રહ્યો.

દીવાર જોઈ એ રાજાપાઠમાં બહાર નીકળ્યો… જ્યાં કિસ્મત તેની રાહ જોઈને બેઠી હતી.

એને ચોરીના આરોપમાં પોલીસ પકડી ગઈ, ખિસ્સામાંની ટિકીટ પૂરાવો બની ગઈ.

– કિરણ શાહ

Photo Model : Sushma Sheth

Leave a comment

Your email address will not be published.

2 thoughts on “પુરાવો (માઈક્રોફિક્શન) – કિરણ શાહ”