સીવણ ક્લાસમાંથી બહાર નીકળી ઘર તરફ પરત ફરતાં સદાય ખુશ અને રૂપાળી હેમાનો ચહેરો ચિંતિત હતો. છોકરાંઓની ફી ભરવા શાળાનાં પ્રિન્સીપલે બોલાવીને છેલ્લી ચેતવણી આપી હતી. કોઈ જ રસ્તો સૂઝતો નહોતો!

જેમતેમ બચાવેલી થોડીક રકમ પણ જો ઘરે એ જોઇ જશે. તો દારૂની પોટલીમાં પીવાઇ જશે, વિચારો અને ચિંતાના વમળમાં અટવાતી હેમા ચાલતી હતી અને..

બિલ્ડર રવાણીની ગાડી એક કીચુડાટ સાથે એની પાસે ઊભી રહી.

આજે ગલીમાં વળી જવાને બદલે, હેમા એમાં બેસી ગઈ.

– પૂર્ણિમા ભટ્ટ

(Photo By Mayurika & Ankur Banker)

One thought on “અસમંજસ (લઘુકથા) – પૂર્ણિમા ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *