૧૯૧૪માં એક ઉચ્ચ બંગાળી વિદ્વાનના ઘરે મારો જન્મ. અમારા ઘરમાં પહેલેથી જ સાહિત્ય અને કલાનું વાતાવરણ હતું, રવીન્દ્રનાથ ટાગોરની મારા ઘરે આવન-જાવન હતી અને અમે પણ શાંતિનિકેતનમાં જઈ એમની પાસે રોકાતાં. આ કારણોથી જ કદાચ હું પણ વિદુષી ગણાતી. બહુ નાની ઉંમરે કવિતા રચતી થઈ ગયેલી. રવીન્દ્રનાથ ટાગોર મારો પ્રથમ પ્રેમ હતા તેવું એ કહેતો, એ એટલે મિર્ચા યુકલીડ્સ. હું ત્યારે એક મુગ્ધા હતી. મોટી આંખો, લાંબો-કાળો કેશકલાપ, શ્યામલ વર્ણની નાજુકશી હું સુંદર ગણાતી. સોળ વર્ષની હતી ત્યારે મિર્ચાને પ્રથમવાર મળી, મળી તો શું - એણે મારા ઘરના એક ઓરડા ઉપર કબજો જ કરી લીધો; અને ધીરે ધીરે મારા દિલ ઉપર પણ. મિર્ચા યુકલીડ્સ એક ફ્રેન્ચ હતો જે મારા પિતાજી પાસે ભણવા આવ્યો હતો. બંગાળી વાતાવરણમાં એક વિદેશી ગોરો પડછંદ યુવાન આવી ભળી રહ્યો હતો. સ્વાભાવિક રીતે હું એની તરફ ઢળી રહી.
Daily Archives: November 5, 2018
સીવણ ક્લાસમાંથી બહાર નીકળી ઘર તરફ પરત ફરતાં સદાય ખુશ અને રૂપાળી હેમાનો ચહેરો ચિંતિત હતો. છોકરાંઓની ફી ભરવા શાળાનાં પ્રિન્સીપલે બોલાવીને છેલ્લી ચેતવણી આપી હતી. કોઈ જ રસ્તો સૂઝતો નહોતો! જેમતેમ બચાવેલી થોડીક રકમ પણ જો ઘરે એ જોઇ જશે. તો દારૂની પોટલીમાં પીવાઇ જશે, વિચારો અને ચિંતાના વમળમાં અટવાતી હેમા ચાલતી હતી અને..
આખા શહેરમાં આ વાત ફેલાઈ ચૂકી હતી કે નદીના પુલ પરથી મોડીરાત્રે પસાર થવામાં જોખમ છે. ઘણાં લોકોને અનુભવ થઈ ચૂક્યો હતો. ઘણાંં તેને અફવા માનતા હતા. મયંક નિડર હતો. તેને આવી વાતોમાં જરાય વિશ્વાસ ન હતો. રાત્રે ૨ વાગ્યે છેલ્લી પાળી પૂરી કરીને નદીની સામે પાર સોસાયટીમાં આવેલ પોતાના ઘરે જવા એ જ પુલ પરથી નીક્ળ્યો.
ગેલેક્સી પાસે ચાની લારી પર કામ કરતો, આવતાજતા લોકો પાસેથી ફિલ્મની વાતો સાંભળ્યા કરતો. જ્યારથી 'દિવાર' લાગ્યું ત્યારથી એ જોવા તેનું બાળમન તડપતું.. પણ ટિકીટના પૈસા જેટલો તો તેનો પગાર હતો. પૈસા ખર્ચીને જાય તો ગામડે માને શું મોકલે? મજબૂરીથી એ લોકોની વાતો સાંભળીને મનમાં જ ફિલ્મની કલ્પના કરી લેતો.