પંડિતે યજમાનને કહ્યું, “ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળશે.” ગંગાએ અદ્ધર શ્વાસે કહ્યું, “અરર! આ ચામડીના રોગવાળો હમણાં ખાબકશે.” યમૂનાએ રોતલ અવાજે કહ્યું, “હા બેના, લાલચુ પંડિત દક્ષિણાના લોભમાં આપણો કાયમ દુરુપયોગ કરે છે.” સરસ્વતિ તો આંસુ આંસુ જ હતી.
Daily Archives: November 4, 2018
જોતજોતામાં તો 'સર્જન'માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે. અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે... આવું તો ઘણું બધું.
સુધાબેન ઓરડામાં પ્રવેશતાં જ સોંપો પડી ગયો. નમન અને પરી અંદર અંદર એક બીજાને જોઈ રહ્યાં. હમણાં જ કોર્ટ મેરેજ કરીને આવેલું આ જોડું નમનનાં મમ્મી સુધાબેનનો પ્રતિભાવ શું હશે એ વિચારી રહ્યું, પણ નમન સિવાય લગભગ બધાને ખાત્રી હતી કે સુધાબેન પરીને સ્વીકારી લેશે. સુધાબેન સમાજ સુધારક હતા, સ્ત્રીઓના હક્ક માટેની તેમની લડત, તેમનો ફેમિનિઝમ પ્રત્યેનો અભિગમ આખા શહેરમાં જાણીતો હતો.
હું મારા મિત્ર સાથે વાત કરતી એક લાઈબ્રેરીમાં ચાલી રહી હતી. "પોસ્ટઓફિસના અલી ડોસા કરતા પોસ્ટ ઓફિસની ભીંતો, બારણાં, બારી; એ અલી ડોસાને જોઈ શું વિચારતા હશે એ જાણવું વધુ ગમે. આસપાસની વસ્તુઓમાં સજીવારોપણ કરવું, એમની દ્રષ્ટિએ જોવું, એ વિચાર જ અદ્રુત છે." મારી મિત્ર મારી સામે હસીને બીજા પુસ્તક શોધવા આગળ વધી. પાસેના શેલ્ફમાંથી અચાનક સિંહાસન બત્રીસીનું પુસ્તક મારા પગ પાસે આવી પડ્યું. "મારી દ્રષ્ટિએ જોઈ શક્શો?"