વર્ષોથી બંધ બારી ખૂલવાનો અવાજ સાંભળીને એ જાગી ગઈ. વર્ષોથી વિદેશ ચાલ્યા ગયેલાં સાવકા દીકરા પ્રથમેશનું મોં જોવાની આસક્તિએ તેને અહીં જકડી રાખી હતી. જેવી એ હવેલીમાં પ્રવેશી કે દીકરા અને દલાલની વાતચીત કાને પડી.

“આ હવેલી કાઢી નાખવી છે. સાંભળ્યું છે અહીં એનો આત્મા ભટકે છે, પણ હું આજે જ હવન કરાવી એની મુક્તિ કરાવી દઈશ. મર્યા પછી પણ એને શાંતિ નથી એટલે જ મારે અહીં ધક્કો ખાવો પડ્યો.

પ્રથમેશનાં શબ્દોથી એક માની આંતરડી કકળી ઉઠી. “ભૂતિયા હવેલીનું પાંચ ટકા કમીશન વધુ થશે હોંં!” દલાલની વાતને પ્રથમેશની સંમતિ મળતા જ દલાલનું લુચ્ચું હાસ્ય હવેલીમાં પડઘાવા લાગ્યું.

અચાનક કૂતરાં રડવા લાગ્યાં અને હવેલીનાં પ્રાંગણમાં ઉગી ગયેલા પીપળામાં ભડકો થયો.

– ભગવતી પંચમતીયા

(Photo By Jignesh Adhyaru)

4 thoughts on “મુક્તિ (માઈક્રોફિક્શન) – ભગવતી પંચમતીયા”

Leave a Reply to Arti soni રુહાના Cancel reply

Your email address will not be published. Required fields are marked *