ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

બંગડીબોક્સ (માઈક્રોફિક્શન) – પ્રિયંકા જોષી

“રમા શોર્યને રમવા બહાર મોકલીશ નહીં.”, ઉંઘમાં જ મેં સાંભળ્યું.

“..પણ આમ ક્યાં સુધી?” મમ્મીને ચૂપ કરવા માટે પપ્પાની બે કરડી આંખો જ પૂરતી હતી.

તમને ખબર છે; હું પૂરાં પાંચ વર્ષનો થયો પણ પપ્પાએ કદી મને વ્હાલ નથી કર્યું. હું અને મમ્મી ક્યારેય ઘરની બહાર જતાં જ નથી. હું સ્કૂલે પણ નથી જતો, મમ્મી જ મને ભણાવે છે. કાલે હું ટેબલ્સ બોલી ગયો ત્યારે કેટલી ખુશ થઈ ગયેલી એ!

“વાહ મારો બેટો, ક્લાસમાં ફર્સ્ટ આવે.. ” અને પછી એક ખચકાટથી ઉદાસીમાં સરી પડેલી.

આજે મમ્મી શાક લેવા જવાની છે. પણ પેલાં બન્ને આંટી આજે આવશે તો ખરાંં ને? આખું બોક્સ ભરીને કેટલી સુંદર વસ્તુઓ લાવ્યા હતા અને કેટલું પ્રેમથી બોલતાં હતા. પણ પપ્પાએ બધું ફેંકાવી દીધું. હું છાનોમાનો જઈને બધું પાછું લઈ આવેલો. પપ્પા બહુ ખરાબ છે. ક્યારેક મને મારે પણ છે. આન્ટીએ કહ્યું છે કે એ બીજીવાર આવશે ત્યારે મને એમની સાથે જ લઈ જશે. પણ એ હજુ સુધી આવ્યાં કેમ નહીં!?

એ આવ્યાં… આ તો એમની જ તાળીઓના અવાજ!

– પ્રિયંકા જોષી

Leave a Reply to Bhartiben Cancel reply

Your email address will not be published.

19 thoughts on “બંગડીબોક્સ (માઈક્રોફિક્શન) – પ્રિયંકા જોષી”