"રમા શોર્યને રમવા બહાર મોકલીશ નહીં.", ઉંઘમાં જ મેં સાંભળ્યું.
"..પણ આમ ક્યાં સુધી?" મમ્મીને ચૂપ કરવા માટે પપ્પાની બે કરડી આંખો જ પૂરતી હતી.
તમને ખબર છે; હું પૂરાં પાંચ વર્ષનો થયો પણ પપ્પાએ કદી મને વ્હાલ નથી કર્યું. હું અને મમ્મી ક્યારેય ઘરની બહાર જતાં જ નથી. હું સ્કૂલે પણ નથી જતો, મમ્મી જ મને ભણાવે છે. કાલે હું ટેબલ્સ બોલી ગયો ત્યારે કેટલી ખુશ થઈ ગયેલી એ!