એ પંદર વરસની છોકરી છે, પણ એનો દેખાબ તેર વર્ષ જેવો, મુંબઈની એક ગંદી સાંકડી ચાલીમાં એની મા સાથે રહે છે. એને ચાલીની સ્ત્રીઓની જેમ બીજી કુથલીઓમાં જરાય રસ નથી, આખો દિવસ ચાલીની પોતાનાથી નાની મિત્ર છોકરીઓ સાથે અર્થહીન રમતો રમ્યા કરે. એ ખૂબસૂરત નથી, એનો રંગ ગાઢો ઘઉંવર્ણો અને એમાં મુંબઈના વાતાવરણને લીધે કાયમ ચહેરાને ચીકાશ વળગી રહે છે. એના હોઠ ચીકુની છાલ જેવા પાતળા છે, અને ઉપરના હોઠ ઉપર હંમેશા પરસેવાના ત્રણ ચાર ટીપાં ઝબક્યા કરે. જો કે એનું શરીર સુડોળ અને ભરાવદાર છે, ગરીબી એની પાસેથી શરીરની સમૃદ્ધિ છીનવી શકી નથી. ઉલટું જાણે જવાનીએ ખૂબ શિસ્તબદ્ધ હુમલો કર્યો હોય એમ એની ઓછી ઉંચાઈ છતાં એ સતત તંદુરસ્ત અને ભરાવદાર થઈ રહી છે. ચાલીની પાસેની સડક પર ચાલતા ક્યારેક એનો મેલો ઘાઘરો ઉંચો થઈ જાય તો એના પગની સાગની ચમક ધરાવતી પીંડીઓ પર કંઈક આંખો ચોંટી જાય એવી એ આકર્ષક. એની પીંડીઓ પર એકેય વાળ નથી, પણ ચામડીના નાના નાના છિદ્રો સંતરાની છાલની યાદ અપાવે એવા કાયમ તરોતાજા.. એના વાળ ગુચ્છેદાર, લાંબા અને રાત્રે કોઈએ કાળી શાહી ઢોળી હોય એવા અંધારભર્યા, એને ચોટલો રમતી વખતે ચાબુકની જેમ પીઠ પર કાયમ વાગે. જિંદગીમાં એને કોઈ ફિકર નથી, બે વાર જમવાનું સમયસર મળી રહે છે, એની માં ઘરનું મોટાભાગનું બધું કામ કરે છે, અને એ પોતાની રમતો રમ્યા કરતી ખુશ રહે.
Daily Archives: November 1, 2018
2 posts
અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું. અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.