ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા

સાંજ – શીતલ ગઢવી

સાંજ પડે રોજની આદત મુજબ સતત ચાર ચક્કર મેં બાગની ફરતે લગાવ્યા. છતાંય એ વડીલ બાંકડાના છેડે સહેજ નમેલા જ રહ્યા. મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા હું ત્યાં પહોંચી ગઈ.

“અંકલ.. તમે ઠીક તો છો ને..?”

“શશશ..!”

એક અર્ધ મરેલા જીવડાને પોતાની સાથે લઈ જવા એક તરફથી કીડીઓ અને બીજા છેડેથી બે લાલ મંકોડા પ્રયત્ન કરી રહ્યા.

“રામ બોલો ભાઈ રામ..”

બગીચા બહારથી સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી.

Leave a comment

Your email address will not be published.

One thought on “મને કોઈ અઘટિત થવાનો અણસાર આવતા”