ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

જો તમે મેડિકલ પ્રયોગોમાં ભાગ લેવા તૈયાર થઈ જશો તો બચી જશો

જિજીવિષા – સંકેત વર્મા

યુદ્ધકેદીઓના એ કૅમ્પમાં થઈ રહેલી ગુસપુસમાં મેં સાંભળેલું,”જો તમે મેડિકલ પ્રયોગોમાં ભાગ લેવા તૈયાર થઈ જશો તો બચી જશો…”

મને અલગ બૅરેકમાં લઈ જવામાં આવી. ત્યાં મારા જેવી કેટલીય સ્ત્રીઓ હતી. અમારા પર વંઘ્યીકરણના પ્રયોગો કરવામાં આવતા. દરરોજ ગુપ્તાંગમાં જલદ પ્રવાહી નાખવામાં આવતું. પ્રયોગમાં બિનઉપયોગી લાગતી અમુક સ્ત્રીઓને મોતની તારીખ પહેલેથી જ કહી દેવાઈ હતી અને એમના માસિકચક્ર પર મૃત્યુના તણાવની અસરોનો અભ્યાસ થતો હતો! કેટલીય સ્ત્રીઓ ઇન્ફેક્શનથી મરી જતી. અને જે બચી જતી એના પર બળાત્કાર કરીને વંઘ્યીકરણની અસરકારકતા તપાસવામાં આવતી. ગૂંગળાવી નાખતી બૅરેકમાં અમે હંમેશા અર્ધનગ્ન પડ્યા રહેતાં. બહુ ભયાનક હતું આ બધું અને આ બધાંથી પણ ભયાનક હતી અમારી હયાતી, અમારી જિજીવિષા!

એક દિવસ મને એક અલગ રૂમમાં લઈ જવાઈ. એક ડોક્ટર અને કેટલાક અફસરો હતા. એક અફસર મને ખેંચીને બાજુની કેબીનમાં લઈ ગયો અને ધક્કો મારી મને બેડ પર ફેંકી દીધી. એ મારા શરીરને ચૂંથતો રહ્યો, હું કણસતી રહી…

બૅરેકમાં પાછા જતાં જતાં કેબીનમાંથી મેં ઊઠાવી લીધેલી ઇંજેક્શન સિરિન્જ મારી જિજીવિષાને પડકાર ફેંકવા લાગી.

તંગ શરીરને વળ આપી એણે ઘેરી રાત જેવા પોતાના વાળ ખોલી નાખ્યા

હું આવીશ – સંકેત વર્મા “હું આવીશ!” તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા.  બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી […]

Leave a comment

Your email address will not be published.