ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી સો

પડખું – મીનાક્ષી વખારિયા

“તને કવ સું સવલી, ઉંચવરણ ઝેવા નખરાં આપડાં ઝેવી વહવાયાની ઝાતને પોહાય નય. હું ભલે મહાણમાં મડદા બાડતો હોંવ પણ સોડીને હાહરે મોકલવાનાં હપના તો હુંય ઝોંવ સુ… મનિયાને હો ભણાવવો સ…”

“પણ તારા ઝેવો ધણી મેલીને હું..?”

“મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી સો… તારા રૂપને ચ્યાં હંતાડુ… વાલા મૂઇ… માની ઝા, નકર મારો હાથ ઉપડી ઝાહે… એકવારનું પડખું દેવાનું સ… રોઝનું થોડું સ? વીહ હઝાર રૂપિયા કમાતા તો હંધો ઝલમારો વયો ઝાય… ને તારે કાયાને હાસવવી સ.. ઈવડો ઈ સેઠિયો હું બગાડી લેવાનો સ? આમેય મરવા વાંકે તો ઝીવે સ… હાળો”

સવલીએ ધણીની વાત માનીને સેઠિયાને પડખું…

ઉબકાં આવે એવા સેઠિયાએ કડકડતાં વીહ હઝાર ઓલીનાં ધણીને ઓરી દીધાં.

ને વળતે દહાડે સવલી કોઇને કીધાં વિના…

Leave a comment

Your email address will not be published.