ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

એ નાજુક હથેળી પૂર્વનાં મનમાં અનેરા, અસહ્ય સ્પંદનો પેદા કરવા લાગી.

અજાણી – નીવારોઝીન રાજકુમાર

એનું માથું પૂર્વના ખભે ટેકાઈ ગયું. પૂર્વ થોડો સંકોચાઈ ગયો. થોડી અવઢવ પછી અજાણીને જગાડવા હાથને સ્પર્શ્યો પણ જાગવાનાં બદલે એ પૂર્વનો હાથ જકડી પોતાના ખભા અને ગાલ વચ્ચે દબાવી થોડું એની બાજુ ફરી ગઈ. અજાણીનાં શ્વાસ પૂર્વનાં હાથ સાથે ટકરાવા લાગ્યા. યુવાન સ્ત્રીશરીરને મહેસુસ કરવાનો અનુભવ તો સાવ પહેલો હતો. એ નાજુક હથેળી પૂર્વનાં મનમાં અનેરા, અસહ્ય સ્પંદનો પેદા કરવા લાગી.

ઉડતી લટો પૂર્વનાં ચહેરાને ઉશ્કેરતી રહી. અંતે દુપટ્ટાએ ખસી લીધું. જરાતરા ડોકિયા કરતા એ ઉભારની હલચલે એનાં લોહીની ગતિ બધે વહેતી કરી મૂકી. બસ, ‘આ ઠીક નથી’ એ વિચાર ફગવી બહારનાં વરસાદની જેમ પૂર્વ વરસી પડ્યો. એ બંધ આંખો અને બંધ હોઠ…. એ ઉન્માદભર્યા, ઉંઘરેટા પ્રતિભાવે પૂર્વની હિંમત ખોલી નાખી. એનો હાથ હિંમતપૂર્વક અજાણીની બધી અજાણી જગ્યાઓ પર ફરી વળ્યો.

“બીસ મીનીટ કા હોલ્ટ હૈ…” ક્લીનરના અવાજ સાથે આખી બસમાં અજવાળુ રેલાઈ ગયું.

અજાણીએ બેગ હાથમાં લીધી અને બસમાંથી ઉતરી પડી.

એની પાછળ અવશપણે પૂર્વ પણ ઉતરી જ પડ્યો.

Leave a comment

Your email address will not be published.