ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

શરમની મારી દમલીએ હાથથી મોં ઢાંકી દીધું

દમલી – ભારતીબેન ગોહિલ

પાણી વાળતો નંદુ અવાજ સાંભળી આવી પહોંચ્યો. ને અટક્યો-કોઈએ ‘સ્ટેચ્યુ’ કહ્યું હોય તેમ. તેની આંખો દમલીના આખાયે દેહ પર ફરી વળી.  ઓઢણું ખસી ગયેલું. ખુલ્લો થયેલ કબજો ને ઘાઘરા નીચે ખુલ્લા પગ જોતાં જ નંદુના સૂતેલ સપનાં જાગી ઊઠ્યા. બે ડગલાં ચાલી તેણે માટીયાળા પગથી ઝાંઝરને અડપલાં શું કર્યા…બન્નેની કાયા રણઝણ રણઝણ!

પેલું બચ્ચું ભાગ્યું એક તરફ ને તે બન્ને બીજી તરફ…. ભૂખ ભાંગવા!

તક મળતા જ નંદુ તો બેકાબુ. શરમની મારી દમલીએ હાથથી મોં ઢાંકી દીધું ‘આજ તો નહીં છોડું’ કરતો નંદુ પગ તરફ વળ્યો. ઝાંઝરથી શોભતા પગને અને સાથળ પરના તલને ચુંબન કરતો આગળ વધ્યો. બસ…પછી તો બે દેહ એક થઈ ગયાં. મિલનની પ્રથમ અનુભૂતિ, રોમાંચ અને ચરમસીમાની વાછટ શરીર સાથે મનને પણ લથબથ કરી ગઈ! ઓઢણું ફરી પોતાની જગ્યાએ ગોઠવાયું.

“નંદુ… હું કેવા આવી’તી… મારા બાપુ તારે ઘેર કરજની ઉઘરાણીએ ગ્યા છે.” જવાબમાં નંદુને ઘણુંય કેવુ’તું પણ દમલી સાંભળે તો ને?

Leave a comment

Your email address will not be published.