ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

મનગમતા પાત્રનું અડપલું મનને ભાવ્યું

પહેલા નશા – સુષમા શેઠ

લાઈબ્રેરીમાં તે ક્યારે સામે ગોઠવાયો, એ નીચી ડોકી કરી વાંચતી મીરાને લક્ષ ન રહ્યું. મીની સ્કર્ટ પહેરેલ ગોરા, લીસ્સા પગની પાનીને, પગનો અંગૂઠાે અડક્યો. તેણે ચમકીને સામે જોયું.

ધીમે ધીમે એ સ્પર્શ ગોઠણ વાટે ઉપર ચઢીને સાથળ સુધી પહોંચ્યો. આજુબાજુ કોઈ જોઈ નથી રહ્યું ને? મીરાએ ત્રાંસી નજરે જોઈ લીધું. તેના હોઠ મલકયાં. પહેલો વિજાતીય સ્પર્શ રોમેરોમમાં ન સમજાય તેવી ઝણઝણાટી ફેલાવી ગયો. મનગમતા પાત્રનું અડપલું મનને ભાવ્યું. તેની શરમથી ઝુકેલી નજરોને ખાત્રી હતી જ કે વ્હાલમની એકીટશે નિહાળતી નજર કંઈક કહી રહી છે.

ચોપડી બંધ કરી મીરા, બાજુના વર્ગમાં ગઈ. તે પાછળ દોરાયો. ખાલી વર્ગની બેન્ચો સૂની હતી. તે દરવાજો બંધ કરી ઝડપથી પાસે આવ્યો. ઈશારો ન સમજે તેવી મીરા બુદ્ધુ નહોતી. તલસાટ બન્ને તરફ હતો. કોલેજના વર્ગની છેલ્લી બેન્ચે, બે શરીર એક થવાની સાક્ષી પૂરી. મસ્તીમાં તે ડોલી.

પહેલા અનુભવના નશાની લત લાગી. બંને અવારનવાર મોજ માણતા રહ્યા. પરણી ગયા પછી પણ, સાથીદારોને અજાણ રાખીને.

મીરા કહેતી,”રોજ ઘરના સાદા ભોજનથી કંટાળો આવે. કો’ક દિ’ ટેસડો થઈ જાય.”

“તારી વાત સાચી મીરા.” તેનો વર મૂછમાં હસતો.

Leave a comment

Your email address will not be published.