ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

“ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!”

બોલકા અબોલા – મીનાક્ષી વખારિયા

 

“ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!” સવલી આજીજી કરતાં બોલી.. મા ધાવતા દીકરાને મેલી બે પહોર પહેલાં મરી ગઈ હતી. .

“બહુ દાઝતું હોય તો ચમચીથી પીવરાવી દે..”

“બહુ રોવે છે, ધાવ્યા વગર છાનો નઈ રે..”

“હાલતી થા.. મારા નાનકાને ઓછું નો પડે !!”

ત્યાં તો પાડોશમાંથી અબોલા હતા એ કાકી બોલ્યાં, “લાવ ગગી, એને બીજે થાને વળગાડું.”

Leave a comment

Your email address will not be published.