ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આવી લાચારી? બાપડીને મારા લીધે!

લાચારી – જલ્પા જૈન

 

કનુડાની વાત પર આજે ભરોસો બેઠો.

 

દમનો દર્દી, ખાટલેથી માંડ પાટલે પહોંચે એટલી એની દુનિયા. તે દિવસે દવાખાને જતાં, નજરે જોયું અને સૂર્યો અવાક બની ગયો. “આ જીવલી કોની હારે? આવી લાચારી? બાપડીને મારા લીધે!”

 

કાળી મજુરી કરવા છતાં, પૈસાના દુકાળે જીવલીને આ રસ્તે ચડાવી. સાંજના બે ચાર કલાકના આ ધંધાએ એનું ગાડું રોળવ્યું. પછી તો બની-ઠનીને નીકળવું હવે રોજનું બની ગયું.

 

“નજીકના બંગલે ઘર સાચવવા માટે બાઈ રાખવાની છે તે તારું નામ આપ્યું છે…” રાત્રે બેય માણા વાળું કરતાં હતાં ત્યારે સૂર્યાએ વાત માંડી.

 

“ચામડા ચુંથવા મટ્યા!” જીવલીને શાંતિ થઈ.

 

“કોણ રહે છે ત્યાં?”  જીવલીએ પુછ્યું.

 

“વીઠ્ઠલ શેઠ…” જવાબ સાંભળતા જ જીવલી ખીલો થઈ ગઈ.

 

હવે બે ચાર કલાકનું એ બનવું ઠનવું, આખા દિવસે કબ્જે કરી લઈ લીધું.

Leave a comment

Your email address will not be published.