ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય

તુલસીવિવાહ – લીના વછરાજાની

 

આઈ.સી.યુ. માંથી બહાર આવેલા ડૉક્ટરે માધવને અપડેટ આપ્યા, “હવે કોઇ જોખમ નથી. પેશન્ટને મળવું હોય તો બે મિનિટ મળી શકાશે.”

માધવ બેડ પર નિસ્તેજ થઇને સૂતેલી તુલસીના ગાલ પર હળવેથી ટપલી મારીને બોલ્યો.. “પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય. શું કામ આટલી ગુનાની લાગણી અનુભવ્યા કરે છે? વાંક મારો જ કે હું મારા વ્યસ્ત બિઝનસ શેડ્યુલમાંથી તને સમય ન ફાળવી શક્યો.”

તુલસીની આંખમાં હવે પસ્તાવા કરતાં ઉપકારનો ભાવ દેખાયો. દસ દિવસ પહેલાં જ બપોરે હંમેશની જેમ એકલી તુલસીના મોબાઇલ પર મેસેજ પ્રગટ્યો. ‘હાય ગોર્જિયસ, મળવાનું મન છે? ક્યારે?”

હજી તુલસી વાંચે એ પહેલાં બપોરે અચાનક ભૂલાઈ ગયેલી ફાઇલ લેવા ઘરે આવેલા માધવની નજર પડી. તુલસી હક્કાબક્કા.

માધવની વેપારી ધીરજ કામ આવી.. પ્રેમથી પૂછતાં તુલસી વહી ચાલી..

“હું ચોક્કસ તારી ગુનેગાર છું. પણ કારણ કોઇ શારીરિક આકર્ષણ નહીં બલ્કે મારી એકલતા માત્ર છે. સોશિયલ મીડિયાનો આ નેગેટીવ એરુ મને આભડી ગયો.”

માધવ કહે, “આપણું ૧૫ વર્ષનું લગ્નજીવન સુગંધી છે અને આકર્ષણ એ માનવસ્વભાવ છે. હા એને સંયમ કે પતનના રસ્તે વાળવું એ જ તો આપણી મેચ્યોરીટીની પરિક્ષા છે.”

છતાં ચારેક દિવસ પહેલાં તુલસીને ઊંઘની દવાના ઓવરડોઝ લેવાના કારણસર બેભાનાવસ્થામાં દાખલ કરવામાં આવી.

ડિસ્ચાર્જ થયેલી તુલસીના કપાળ પર માધવે કંકુનો ચાંદલો કરીને કહ્યું.. આજ પુન: તુલસી વિવાહ.. ને મનમાં હસ્યો.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: