ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી

ત્યાગ – મીરા જોશી

 

એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા મળી નહી..!

થાકી હારી, છાપાંની પૂર્તિ હાથમાં લીધી, ને વાંચવામાં આવ્યું: સ્ત્રી ત્યાગની મૂર્તિ હોય છે.

છાપું ફેંક્યું.

તુરંત જીન્સ-ટોપ પહેર્યું, સફેદ સાડીનો ત્યાગ કરીને..!

Leave a Reply to ખુશી મંત્ર - A Way To Make Your Life Happiest Cancel reply

Your email address will not be published.

One thought on “ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી”