ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે

ચોકલેટ – ધવલ સોની

 

“ચોક… ચોકલટ આપીત?”

“હમ્મ.. બહુ બધી. તારે જેટલી ખાવી હોય એટલી, આવીશ? ”

જવાબમાં ભૂરી હસી પડી. ઉલ્લાસભેર તેણે માથું ‘હા’ માં ધૂણાવ્યું.

ભૂરી ચોકલેટના હરખમાં નિર્જન ખેતર ભણી પેલાની પાછળ પાછળ દોરવાઈ.

થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે ભૂરીના દેહ પરથી ઉપવસ્ત્ર પણ નીકળી રહ્યુ હતું પણ ભૂરી તો ચોકલેટ ખાવામાં જ મશગૂલ હતી.

Leave a comment

Your email address will not be published.