ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે

ભ્રમ – ગોપાલ ખેતાણી

“તું અને જીમ? કોના માટે”

“અજયને તો તું…”

“ઓહ માય ગોડ…યુ ક્રેઝી!”

“હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું તેને બાઈટ્સ આપી દઉં. હેર બેન્ડ ખોલી એની લટોને ઝાટકો આપે ત્યારે એવું લાગે કે સાક્ષાત શિવજી એ પોતાની જટા વિખેરી!”

“બસ બસ પાર્વતી…ખમૈયા કર… હવે ખબર પડી કે તારા શિવજીને રિઝવવા તે કેમ યુનીસેક્સ જીમ સિલેક્ટ કર્યું? ઓલ ધ બેસ્ટ રિયા!”

બીજા દિવસે રિયાએ જોયું કે એક જ ચેન્જ રુમમાંથી જીમ ઈન્સ્ટ્રક્ટર અને અજય બહાર નીકળ્યા. રિયાની હાલત તો કાપો તો લોહીના નીકળે! અજય તેની પાસેથી પસાર થયો અને બેગમાંથી તેનું પાકીટ પડ્યું. રિયા પાકીટ માટે નીચે વળી. જીમ ઈન્સ્ટ્રક્ટર નીચે વળેલી રિયાની ક્લીવેજને તાકી રહ્યો હતો એ રિયાથી અજાણ્યું નહોતું. પણ તેણે અજયના પાકીટમાં ભરાવેલા ફોટો સામે જોયું… એની આંખો ચાર થઈ ગઈ!

Leave a comment

Your email address will not be published.

3 thoughts on “પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે”

%d bloggers like this: