ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સિગ્નલ શરુ થતાં રિક્ષાએ ફરી એ જ રફતાર પકડી

રફતાર      —         રક્ષા મામતોરા

“ઓટો….પ્લીઝ…” કહી કશિષે હાથ લાંબો કરી રિક્ષા રોકી અને ઝડપથી રિક્ષામાં બેસી ગઈ. આગ ઓકતી ગરમીને મહાત કરી માનવીની રફતાર તેજ ગતિએ ચાલી રહી હતી.

રેડ સિગ્નલ આવતા જ રિક્ષા થંભી. કશિષે બેચેનીપૂર્વક રીસ્ટવોચમાં જોયું , “ઓહ! બે વાગવામાં દસ જ મિનિટ બાકી છે,” મનોમન બોલી તેણે લમણે હાથ મૂક્યો.

સિગ્નલ શરુ થતાં રિક્ષાએ ફરી એ જ રફતાર પકડી  અને આખરે સ્ટેશન આવ્યું.

કશિષને જે ડર હતો તે જ થયુ, ગાડી છૂટી ગઈ, જે  સન્માન મેળવવા તેણે પોતાની જાત ઘસી નાખી તે ઘડી એક ક્ષણમાં જ જાણે હવામાં ઊડી ગઈ.

દિલ્હી જવા તાત્કાલિક કોઈ વાહન ન મળતાં તે ભારે હૈયે ઘેર પાછી ફરી .

થોડી વાર પછી તેણે ટી.વી. ચાલું કર્યું, ન્યૂઝ ચેનલની હેડલાઇન સાંભળીને તેણે રાહતનો શ્વાસ લીધો અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો.

Leave a comment

Your email address will not be published.

One thought on “સિગ્નલ શરુ થતાં રિક્ષાએ ફરી એ જ રફતાર પકડી”