ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી.

દાઝ  —                   શિલ્પા સોની

ન્યૂઝ ચેનલ પર પ્રસારિત સ્લાઇડમાં કાયમ નારી ઉત્થાન પર વક્તવ્ય આપતો એ ઘેઘૂર અવાજ સાંભળી હું થડકી.

શાળાનાં વાર્ષિકોત્સવ વખતે સ્ટેજ તરફ દોરતા, મારી છાતીએ બે વખત હાથ અડાડી, સૉરી કહેતો એ કદરુપો પાન ચાવતો ચહેરો નજર સામે તરવર્યો.

છેડતી કરવાના આરોપસર અમાનુષી ટોળાથી ઘેરાયેલો એ, આજે બચવાના હવાતીયા મારી રહ્યો હતો. એના કુકર્મોનો રંગ લોકોના હાથમાં જોઈ ડરી રહ્યો હતો.

‘સાચેજ, કોઈને ચહેરો નથી કુંતલ, મહોરાં પાછળના મહોરાં તો હવે ઊતારવા જ રહ્યાં’ મનોમન નિર્ધાર સાથે રોટલી બળવાની વાસ આવતાં જ હું રસોડે ધસી. કડક બળેલી રોટલીની કાળાશ બન્ને હાથમાં લઈ ટીવીના સ્ક્રિન પર ક્યાંય સુધી ઘસતી રહી.

Leave a comment

Your email address will not be published.

%d bloggers like this: