ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી

નવજીવન          —           હેતલ પરમાર

વર્ષોથી પથારીમાં બેશુધ્ધ પડેલી હું એટલે રોઝી.

મારી આંખો જુએ છે બધું, પણ…

દોરા, ધાગા, માનતા, દવા, દુઆ બધું જ કર્યું પણ હાલતમાં કોઈ સુધારો નહીં.

એ ગોઝારી ઘટના જ્યારે નજર સામે તરવરે ત્યારે મારી આંખોમાંથી અશ્રુધારા વહે પણ એને જોવાવાળુ..?

દસ વરસ પહેલા ચર્ચમાં જ અમે મળવાનું નક્કી કરેલું. હું અને હેઝલ બન્ને એકબીજાનાં હાથમાં હાથ પરોવી સુંદર ભવિષ્યનાં સપનામાં ખોવાયેલા હતાં, ત્યાં જ કોઈએ ખેંચીને અમને બધાને એક વહાણમાં ધકેલ્યા.

હેઝલના વાળ ખેંચી ઢોરમાર માર્યો અને મારા જેવી ઘણી છોકરીઓ સાથે….

કોણ હતાં, શું કામ આવું કરતાં હતાં?

કોઈને ખબર નથી. બસ એ ભયાનક લોકો અને એ ભયાનક જગ્યા ને આ બધાથી પણ ભયાનક હતી અમારી હયાતી.

મારી નજર સામે જ હેઝલને રહેંસી નાખ્યો અને હું?

ઘણાં દિવસોની શોધખોળ પછી હું મળી આ દશામાં.

આજે મારી આંખો સામે ફરી નવો ડોક્ટર અને નવી દવા.

ડોક્ટર સામે નજર પડતાં જ મારા બેશુધ્ધ શરીરમાં ઝણઝણાટી થઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *