ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તેની નજર સમક્ષ બાળપણ તરવરી ઊઠ્યું

ધરબાયેલું      —             સ્વાતિ શાહ

જાનકી હોમવર્ક કરાવતા અનિકાને લડતા બોલી, “તું હવે લખવામાં બહુ ભૂલો કરે છે, હું એકની એક વાત કેટલીવાર સમજાવું? હવે સમજે છે કે લગાવું એક થપ્પડ! મને લાગે છે કે હવે તું સજા વગર ઠેકાણે નહી પડે.”

બાજુની રૂમમાં માળા ગણતા કેશુ ગંભીર થઈ ગયા ને તેની નજર સમક્ષ બાળપણ તરવરી ઊઠ્યું. ઘડીભર એ બાળક બની ગયા.

પીઠ ઉપર હાથ અને મોં પર દર્દ. પૌત્રી પરની સહાનુભૂતિ સાથે માળાનાં મણકા વધારે ઝડપથી ફરવા લાગ્યા જાણે અત્યારે પણ પીઠ ઉપર બાપાની પડતી સોટીનું દર્દ મહેસુસ થતું હતું.

મગજમાં ધરબાયેલી દુખ અને ક્રોધની લાગણી સાથેનો માનસિક આઘાત સમાવી દેવદર્શને જવા ઘર બહાર નીકળી ગયા.

Leave a comment

Your email address will not be published.

One thought on “તેની નજર સમક્ષ બાળપણ તરવરી ઊઠ્યું”