સમદુખિયા – પરેશ ગોધાસરા

હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું, એંઠવાડની ખાલી કુંડી તપાસતા તપાસતાં એણે આજુબાજુના ઘર તરફ નજર કરી. અચાનક મેઈન બજાર તરફની શેરીમાંના એક ઘરમાંથી રોટલીનો ઘા થયો. આંખમા ચમત્કાર સાથે, દોડતાં દોડતાં રાતડું એ તરફ પહોંચ્યું. રોટલી લેવા મોં લંબાવ્યુ જ કે મોટી ડાભ ભરતાં આવી ચડેલ ડાઘિયા કૂતરાંએ રોટલી ઝૂંટવી લીધી. રાતું કૂતરું મોં વકાસીને જોઈ રહ્યું.

પોતાના પંદરમા જૉબ ઈન્ટર્વ્યુ પરથી પરત ઘરે આવતા સમીરે રાતાં કૂતરાં તરફ નજર નાખતાં મોટો નિઃસાસો નાખ્યો.

One thought on “હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *