ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના આંસુ લૂછ્યા

ન્યાય – અંકુર બેંકર

સફેદ દીવાલોની વચ્ચે, સફેદ છત અને સફેદ પંખા નીચે, સફેદ પલંગની સફેદ ચાદર પર સૂતેલા અને સફેદ પડી ગયેલા લગભગ નિશ્ચેતન શરીરની ઊંડી ઊતરી ગયેલી સફેદ આંખો આજે ફરીથી ટીવી પર પોતાને જોઈ લાલ થઈને પછી ભીની થઈ ગઈ.

નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના આંસુ લૂછ્યા ને એક તિરસ્કાર ભરી નજર ટીવી પર નાખી.

સેમી સ્પેશિયલ રૂમમાં ટીવીનો અવાજ પડઘાતો રહ્યો. “ચૌદ વર્ષ જૂના રૂપા રેપ કેસમાં વધુ એક તારીખ…”

Leave a Reply to આરતીસોની Cancel reply

Your email address will not be published.

2 thoughts on “નર્સે હૂંફાળો હાથ રૂપાના કપાળ પર ફેરવી એના આંસુ લૂછ્યા”

%d bloggers like this: