ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આંગળીઓના સમૂહમાં છેલ્લી વધેલી સોનેરી વીંટીએ અંગૂઠાનો સ્નેહ અનુભવ્યો

છેલ્લી વસ્તુ – મહમદી વોરા

“આજે પણ આ શર્ટ નવું જ લાગે છે, કેટલું બધું ધ્યાન રાખે છે તુ આનું?”

“અરે, ખાલી શર્ટ જ નહીં તે આપેલી બધી વસ્તુઓ આજે પણ નવી જેવી જ છે.”

“પણ આ બુટ નવા લેને, શું પહેરીશ નવી નોકરી પર?”

“ક્યાંથી લઉં? તે આપેલા પંદર હજાર તો ક્યારના પતી ગયા.”

“હમ્મ.” આંગળીઓના સમૂહમાં છેલ્લી વધેલી સોનેરી વીંટીએ અંગૂઠાનો સ્નેહ અનુભવ્યો.

“અને નોકરીનું હજુ નક્કી નથી.”

“કેમ? ઇન્ટરવ્યૂમાં તો પાસ છે તુ.”

“હા, સાહેબ કેહતા હતા કે હાજરી પત્રકમાં મારું નામ જ લખવાનું બાકી છે પણ એ નહીં લખે.”

“કેમ?”

“આ શનિ-રવિમાં એ આબુ જાય છે અને તું મને ઓફીસે મુકવા આવી હતી ત્યારે તેમણે તને જોઈ હતી.”

“તો?”

“તો શું? શનિવારે સવારે હું તને સ્ટેશને મુકવા આવીશ.”

આંખો આંખોની રાહ જોતાં થાકી,”તને નોકરી તો મળી જશે ને?”

“હા.”

“તું ખુશ થઈશ ને?”

“હા હવે.”

“મારું એક કામ કરજે, સ્ટેશને આજ શર્ટ પહેરીને આવજે.”

Leave a comment

Your email address will not be published.