ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ત્યારથી તે, તેની કોફી અને તેના જેવો સિંગલ બાલ્કનીનો આ ઝૂલો

ઠેસ – આરતી આંત્રોલીયા

”મૌસમ હૈ આશીકાના અય દિલ કહીંસે ઉનકો ઐસેમેં ઢૂંઢ લાના..”

વરસાદી મૌસમને માણતા પોતાની પ્રિય એવી  ગરમાગરમ કોફીની ચૂસકીઓ લેતો તે બાલ્કનીના ઝૂલા પર હજુ ગોઠવાયો, ત્યાં જ રેડિયો પર આવતાં ગીતના શબ્દોએ તેને દઝાડી દીધો. દૂધનો દાઝ્યો તે હરેક પગલું બહુ સંભાળીને, સાચવીને ભરવા ગયો તેમાં જ જિંદગીની રેસમાં પાછળ રહી ગયો ને તેને ગમતી પરીને કોઈ બીજું ઉઠાવી ગયું. ત્યારથી તે, તેની કોફી અને તેના જેવો સિંગલ બાલ્કનીનો આ ઝૂલો, બસ પોતાનાં કહી શકાય તેવા આ બે જ બાકી રહ્યા હતાં.

આખરે, ઝૂલાની ઠેસ અને કોફીની વરાળ સાથે ગતિમાન થઈ તેણે સ્મરણોની ગલી-કૂંચીઓમાં ઝંપલાવી જ દીધું.  વર્ષો પહેલાં પોતે જેને ચાહેલો તે ચહેરો આજે પણ એવો ને એવો જ હતો. પણ તો પછી, પોતે તેમાં પૂરેલા કલ્પનાના રંગ રૂપી લાલ ચટ્ટક ચાંદલો ને કંકુ પૂરેલી સેંથી ક્યાં? તેણે આંખો ચોળી, ચૂંટી ભરી ખાતરી કરી, હા તે જાગતો હતો..

જીંદગીની ગાડીનું રિવર્સ ગિયરમાં જવું તેને ગમ્યું. તે જાણે હાથ પસારી તેને બોલાવી રહી હતી, અને તે પળનો પણ વિલંબ કર્યા વગર દોડ્યો તેની તરફ. ત્યાં ફરી એક ઠેસ વાગી ને..નતે વિચારી રહ્યો કે ક્યાંય આ સપનું તો નથી ને..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: